News Portal...

Breaking News :

આધુનિક વડોદરાના નિર્માતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિતે મ્યુ. કમિશનરે પુષ્પાંજલિ અર્પણ કરી

2026-03-11 10:56:02
આધુનિક વડોદરાના નિર્માતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિતે મ્યુ. કમિશનરે પુષ્પાંજલિ અર્પણ કરી


આજે વડોદરાના પ્રજાવત્સલ રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે શહેરીજનોએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 


આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ મહારાજાની દીર્ઘદ્રષ્ટિ અને વડોદરાના વિકાસમાં તેમના ફાળોને યાદ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે, મહારાજાના સચોટ આયોજનને કારણે જ વડોદરાની ગણના વિશ્વના આધુનિક શહેરોમાં થતી હતી, જેની ડિઝાઈન જોવા વિદેશીઓ પણ આવતા. તેમની આ વિરાસતને જાળવી રાખી.  


તેમણે આપેલા મજબૂત પાયા પર શહેરના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર વડોદરાવાસીઓએ ગૌરવ સાથે મહારાજાના અતુલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. 

Reporter: admin

Related Post