કબીર પ્રગટ દિવસ ધરતી પર પરમાત્મા કબીર સાહેબના પ્રાગટ્ય પ્રસંગે ઉજવવામાં આવે છે. ભગવાન કબીર સાહેબ ભારતમાં ઉત્તર પ્રદેશના કાશીમાં લહરતારા તળાવમાં કમળના ફૂલ પર અવતરીત થયા હતા.
નીરુ-નીમા તેમને ત્યાંથી ઉઠાવીને ઘરે લઈ ગયા હતા, જેઓ તેમના પાલક માતા પિતા કહેવાયા. લોકવેદના કારણે કબીર પરમેશ્વરજીને સમગ્ર વિશ્વ એક વણકર, કવિ કે સંત માને છે. પવિત્ર વેદ પણ કબીર પરમેશ્વરની મહિમા ગાય છે. પવિત્ર ઋગ્વેદ મંડળ 9 સૂક્ત 94, મંત્ર 1 અને મંડલ 9 સૂક્ત 96 મંત્ર 17 થી 20 માં લખ્યું છે કે પરમેશ્વર આ ધરતી પર સહશરીર આવે છે અને પોતાનું જ્ઞાન દોહાઓ અને લોકોક્તિઓના માધ્યમથી સમગ્ર વિશ્વને આપ્યું ત્યારે સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબનો ૬૨૫મો પ્રાગ્ટય મહોત્સવ સંવત ૨૦૭૮ના જયેષ્ઠ સુદ તેરસ તથા ચૌદશના દિવસે નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભા યાત્રા શહેર નાં વિસ્તારોમાં ફરી માંજલપુર કબીર મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ આનંદ-આરતી, ભજન-સત્સંગ, સંત-ભોજન ભંડારાના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ અને દર્શન સત્સંગનો રાખવામાં આવ્યો હતો ને
Reporter: News Plus