News Portal...

Breaking News :

સુખધામ હવેલી ખાતે પવિત્ર એકાદશી નિમિત્તે વૈષ્ણવોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું

2024-08-17 12:02:32
સુખધામ હવેલી ખાતે પવિત્ર એકાદશી નિમિત્તે વૈષ્ણવોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું


વડોદરા: ગીરીરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ...સુખધામ હવેલી ખાતે પવિત્ર એકાદશી નિમિત્તે વૈષ્ણવોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. 


તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂ સિદ્ધાંત કુમારજી મહોદયશ શુભ આશીર્વાદથી પવિત્ર શ્રાવણ માસમાં વૈષ્ણવો સુખધામ હવેલી ખાતે પવિત્ર એકાદશીના પાવન પર્વ નિમિત્તે શૃંગારમાં પ્રભુને પવિત્રા અલૌકિક દર્શન ઉપરાંત પ્રત્યેક એકાદશીની જેમ બસ તું એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં એમ ગીરીરાજ ધામમાં ગોવર્ધન પ્રભુને દૂધની ધારા કરવા માટે વૈષ્ણવોની કતારો લાગી હાથમાં દૂધ લઈ પ્રભુ ગોવર્ધનને દૂધને ધારા કરીને સાક્ષાત જતીપુરા ધામમાં ફેરવાયું હતું.  


યમુનાજી નિકુંજ હવેલી ખાતે યમુનાજી પવિત્રા અલૌકિક દર્શન કરીને વિશ્રામઘાટની યાદ કરી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી.પાવન પવિત્ર એકાદશી નિમિત્તે હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્ર જોશી, હવેલીના મુખ્યાજીઓ , લાલાકાકા ,રામુભાઈ દિનેશભાઈ ,કૈલાશભાઈ, રમેશભાઈ, અને કીર્તનકાર ચકાભાઇ, ગૌતમભાઈ સમગ્ર ટીમ  દર્શનમાં વૈષ્ણવોને ઉણપ ન રહે તેવા તે શ્રીજીના અલૌકિક દર્શનની સુંદર વ્યવસ્થા કરી હતી. આમ સુખધામ નહીં ગયા તો કહી ભી નહિ ગયા. એમ પાવન પવિત્ર એકાદશીને દિવસે વૈષ્ણવો ભક્તિમાં ઓતપ્રોત થયા હતા. આવતીકાલે પવિત્ર બારસ એટલે કે પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિવસ વૈષ્ણવ અને ગુરુપૂર્ણિમા નિમિત્તે તારીખ 17મી ઓગસ્ટના રોજ કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે ડો વાગીશકુમારજી મહારાજ, વેદાંત કુમારજી મહોદય પૂ સિદ્ધાંત કુમારજી સવારના 11 -00થી સાંજના 7-00 કલાક સુધી બિરાજશે અને હાથો હાથ પવિત્રા અંગીકાર કરશે.

Reporter: admin

Related Post