News Portal...

Breaking News :

મતદાનના દિવસે રોજમદાર/કેજ્યુઅલ કામદારોને તા.૦૭-૦૫-૨૦૨૪ ના રોજ મતદાન માટે રજા આપવાની રહેશે

2024-04-30 18:06:17
મતદાનના દિવસે રોજમદાર/કેજ્યુઅલ કામદારોને તા.૦૭-૦૫-૨૦૨૪ ના રોજ મતદાન માટે રજા આપવાની રહેશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રોજમદાર/કેજ્યુઅલ કામદારોને મતદાન કરવા માટે જો રજા આપવામાં ન આવે તો તેઓ કન્ટ્રોલ રૂમ ખાતે કાર્યરત ટેલીફોન નં. ૦૨૬૫-૨૪૩૩૬૬૬ અથવા વોટર હેલ્પલાઇન નં ૧૯૫૦ ઉપર ફરિયાદ કરી શકશે.

વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, રાજ્યના શ્રમ- આયુક્તશ્રીની કચેરીમાંથી મળેલ સૂચના અન્વયે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાનના દિવસે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. 

આ જોગવાઈ અનુસાર રોજમદાર /કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. જો કોઈ માલિક જોગવાઈ વિરુધ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે, જેની નોંધ લેવી

Reporter: News Plus

Related Post