News Portal...

Breaking News :

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે હંકારી ચારથી પાંચ વાહનોને અડફેટે લીધ

2024-11-25 14:52:37
અમદાવાદના આંબલી-બોપલ રોડ પર યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે હંકારી ચારથી પાંચ વાહનોને અડફેટે લીધ


વડોદરા : અમદાવાદના આંબલી-બોપલ રોડ પર આજે તા.25 નવે.2024 સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હતા. તેમજ સિગારેટ પીધી હતી. 


આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત કરતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે.અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે, કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યો બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. 


અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને બે મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રીક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

Reporter: admin

Related Post