News Portal...

Breaking News :

5 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

2024-11-25 14:45:03
5 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું


પર્થ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો પર્થમાં રમાયો હતો. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ તેની બીજી ઈનિંગમાં બેટિંગમાં ઊતરી હતી. 


ટીમ ઈન્ડિયાના પહાડ જેવા લક્ષ્ય 534 રન સામે કાંગારૂ બેટર લાચાર દેખાયા હતા અને ટીમ ઇન્ડિયાએ પહેલી ટેસ્ટ જીતીને જ પોતાની તાકાત બતાવી દીધી હતી. આ સાથે ફરી એકવાર WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર-1 બની ગયું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 150 રન બનાવ્યાં હતા જેની સામે ઓસ્ટ્રેલિયન ટીમ 104 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.  


ત્યારબાદ બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કોહલીની સદીના સહારે ટીમ ઈન્ડિયાએ 487 રનનો વિશાળ સ્કોર બનાવીને અગાઉની 46 રનની લીડ ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે કાંગારૂઓની ટીમ 238 રન બનાવ્યા. બંને ઈનિંગ્સમાં મળીને કુલ 8 વિકેટો ઝડપનારા જસપ્રીત બુમરાહને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post