News Portal...

Breaking News :

જૂનું મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા એક વૃદ્ધ મહિલાનું મોત

2026-01-29 16:41:05
જૂનું મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા એક વૃદ્ધ મહિલાનું મોત


અમદાવાદ: ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. 


આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યાની પુષ્ટી થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે અહીં પોળમાં આવેલા મકાનો લગભગ 100 વર્ષ જુના છે. જર્જરિત મકાન પાસે જ ડ્રેનેજનું કામ ચાલતું હતું અને તે સમયે જ મકાન પડ્યું હતું. જેમાં એક વૃદ્ધ મહિલા અને શ્રમિક સહિત 3 લોકો દટાયા હતા. 


જેમાં મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલ (ઉ. વ 62) નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોને નોટિસ વિશે સવાલ કરાતા ધારાસભ્યએ કહ્યું કે મેં કમિશનરને વિનંતી કરી છે કે કોટ વિસ્તારમાં આવેલા મકાનો જે જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે તેમના મકાન માલિકોને આવા મકાનો રિપેરિંગ કરવા કે પુનઃનિર્માણ કરવાની મંજૂરી આપી દેવી જોઇએ.

Reporter:

Related Post