News Portal...

Breaking News :

કોર્પોરેશનનું નગરગૃહ તા.૧૮ એપ્રિલના શો માટે બુક કર્યા વિના ઓનલાઈન ટિકિટનું એડવાન્સ બુકિંગ શરુ ક

2025-02-14 18:17:25
કોર્પોરેશનનું નગરગૃહ તા.૧૮ એપ્રિલના શો માટે બુક કર્યા વિના ઓનલાઈન ટિકિટનું એડવાન્સ બુકિંગ શરુ ક


વડોદરા: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સમય રૈનાએ ગુજરાતમાં સુરત, અમદાવાદ અને વડોદરામાં શો યોજવાની ઘોષણા કરી હતી. પરંતુ વિવાદ ખૂબ વકરતા ગુજરાતના શો રદ કરવા પડયા છે. 


વડોદરા કોર્પોરેશનનું નગરગૃહ તા.૧૮ એપ્રિલના શો માટે બુક કર્યા વિના બારોબાર જ ઓનલાઈન ટિકિટનું એડવાન્સ બુકિંગ શરુ કરનાર બૂકમાયશોને નોટિસ આપી છે.કોર્પોરેશનના ટુરિસ્ટ ઓફિસરે આજે બુક માયશોને અનધિકૃત રીતે સમય રૈના અનફિલ્ટર્ડ શો તા.૧૮ એપ્રિલે સાંજે ૫ થી ૮.૩૦ સુધી આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે હોવાની જાહેરાત કરી ઓનલાઈન ટિકિટોનું બુકિંગ ઓપન કર્યું હોવા મુદ્દે ઈ-મેલથી તાકીદ કરતા કહ્યું છે કે, કોર્પોરેશનના અધિકૃત વહીવટી રેકર્ડ પર તા.૧૮ એપ્રિલનું સાંજે થી ૮.૩૦ સુધી દીનદયાળ નગરગૃહમાં એપ્લિકેશન પ્લેટફોર્મ પર દર્શાવ્યા મુજબનું કોઈ બુકિંગ નથી. 

દરમિયાન ટુરિસ્ટ ઓફિસરે કહ્યું છે કે, તા.૧૮ એપ્રિલના પ્રોગ્રામ માટે બુક કરાવનાર અરજદાર કોણ છે, તે પણ જાણી શકાયું નથી. તેની જાણ થશે તો તેને ય નોટિસ અપાશે. કોર્પોરેશને આ નગરગૃહનું ૨૫ માર્ચનું બુકિંગ હજી પરમ દિવસથી શરૃ કર્યું છે.આ નગરગૃહને જરૃરી રૃપિયા ભરીને બુક કરાયું નથી, આમ છતાં એપ્લિકેશન પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઈન ટિકિટનું એડવાન્સ બુકિંગ કરવામાં આવતું હોવાની જાણ થઈ છે. હવેથી કોર્પોરેશનના નગરગૃહનું બિકિંગ થયું છે કે કેમ તેની ચકાસણી અને પૂર્તતા કરીને જ પ્રોગ્રામ માટે એપ્લિકેશન પ્લેટફોર્મ પર એડવાન્સ બુકિંગ કરવું, તે સિવાય નહીં.

Reporter: admin

Related Post