ફાયર વિભાગે બરોડા સિટી મોલ
વૃંદાવન મોલ, લિટલ ફ્લાવર સ્કૂલ
સહયોગ હોટલ ઝેન સ્કૂલ નોટિસ આપી મહાનગરપાલિકાના શહેર માં હોસ્પિટલો,શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, કાફે, મોલ્સ, શો રૂમ્સ, વ્યાપારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, 1 દુકાનો, પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કેસિવિલ/ ઇલેકટ્રીકલ/મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી / ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની 9 ટીમો અને ઝોન દીઠ ૨ ટીમો મળી કુલ ૧૪ ટીમો દ્વારા શુક્રવાર નાં રોજ શહેરના વિવિધ ૪ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ઉત્તર ઝોનમાં કુલ ૦૯ સ્થળોને નોટીસ આપવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં કુલ ૦૬ સ્થળીની તપાસ કરી કુલ ૦૪ મિલકતોને સીલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં અગાઉના સમયમાં નોટીસ આપેલ હતી જેની પુર્તતા નહી કરનાર (૧) વિઠ્ઠલેશ હોસ્પિટલ(૨) માધવ ટીમ્બર માર્ટ મળી કુલ (૦૨ મિલકતોને સીલ કરવામાં આવી છે. આમ ત્રણ ઝોનમાં મળી કુલ ૧૫ સ્થળોની તપાસ કરી કુલ ૧૧ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી જ્યારે કુલ ૦૬ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફાયર ડીપાર્ટમેન્ટની ૬ ટીમો દ્વારા કુલ ૨૦ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૦૨ મોલ, ૦૧ હોસ્પિટલ, ૦૫ હોટલ, ૨ સ્કુલ/યુનિ. અને અન્ય ૧૧ એકમોને બી-૧૦ નોટીસ આપવામાં હતી.
ફાયર વિભાગ દ્વારા મિલકત તપાસવામાં આવી સ્નેહ સુધા એપાર્ટમેન્ટ ( સુરસાગર ) નોટિસ કોર્નર પોઇન્ટ હાઇટ્સ ( વડસર કલાલી ) નોટિસ કેલથા રિસર્ચ સેન્ટર ( વડસર ) માય ફેર ( વડસર ) નોટિસ
સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1 ( લક્ષ્મીપુરા રોડ ) નોટિસ
કળશ ઈ લાઈટ ટાવર A & B ( ભાયલી ) નોટિસ
રોનક રોકસ ( હરીનગર બ્રિજ ) નોટિસ
ધ ફ્લોરેન્સ ( ભાયલી ) નોટીસ
શુભમ પાર્ક ( ગોરવા આઈ.ટી.આઈ ) નોટિસ
ન્યુ ટેકનિકલ બ્લોક ( SSG ) નોટિસ
લાઇબ્રેરી બિલ્ડીંગ ( SSG ) નોટિસ
બરોડા સિટી મોલ ( માંજલપુર ) નોટિસ
વૃંદાવન મોલ ( વાઘોડિયા રોડ ) નોટીસ
લિટલ ફ્લાવર સ્કૂલ ( પાદરા ) નોટીસ
રિદ્ધિ મનહર હોસ્પિટલ ( પાદરા ) નોટિસ
આશીર્વાદ હોટલ ( પાદરા ) નોટિસ
સહયોગ હોટલ ( પાદરા ) નોટિસ
માહી રિસોર્ટ ( પાદરા ) નોટીસ
*મધર સ્કૂલ ( પાદરા )
*ઝેન સ્કૂલ ( પાદરા )
Reporter: News Plus