ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે આગામી પાંચથી છ દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર ભારતના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં ચોમાસાની ગતિ તેજ બનવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાની આગળ વધતી સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. જ્યારે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Reporter: admin







