વડોદરા : આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાના સમાચાર સામે આવતા જ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થશે તેવી વાતો વહેતી થતા જ કાંઠા વિસ્તારોમાં વસતા લોકોમાં ફરી પુરનો ભય સતાવવા લાગ્યો હતો.
આજવા સરોવરમાં પાણી છોડ્યા પછી પણ વિશ્વામિત્રીની સપાટીમાં નજીવો જ વધારો થશે. હાલ સાંજે ૫ વાગે ૧૧. ૭૭ ફૂટે વહેતી વિશ્વામિત્રી લગભગ ૧૫ ફૂટની આસપાસ થશે.
આજવા સરોવરની સપાટી ૨૧૨. ૯૦ ફૂટ થઈ છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ પણ પેનિક ન થઇ ગભરાવવાની કોઈ જરૂર ન હોય તેવો સંદેશ આપ્યો છે.
Reporter: admin