નિર્મલા સીતારમણ સળંગ છ કેન્દ્રીય બજેટ રજૂ કરી ચુક્યા છે.આ પહેલા મોરાજી દેસાઈ પણ છ કેન્દ્રીય બજેટ રજૂ કરી ચુક્યા છે.નવો કેન્દ્રીય બજેટ રજૂ કરીતા જ નિર્મલા સીતારમણ પ્રથમ નાણામંત્રી બનવાની તૈયારી જેને સતત સાત વાર કેન્દ્રીય બજેટ રજુ કર્યા હશે.
આ અગાઉ આ રેકોર્ટ મોરારજી દેસાઈના નામે હતો જેવો છ કેન્દ્રીય બજેટ રજુ કરી ચુક્યા હતા. જે આજદિન સુધી આ રેકોર્ડ કોઈપણ પાર કરી શક્યું નથી. છેલ્લા કેન્દ્રીય બજેટ બાદ નિર્મલા સીતારમણ પણ મોરારજી દેસાઈ સાથે પહોચી ગયા હતા.પરંતુ હવે નિર્મલા સીતારમણ સતત સાતમી વાર કેન્દ્રીય બજેટ રજૂ કરી આ રેકોર્ડ તોડશે.સુત્રો દ્રારા જાણવા મળી રહ્યું છે કે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 22 જુલાઈના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી શકે તેવી તેવી શક્યતા છે.
18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. સત્ર 3 જુલાઈના રોજ સમાપ્ત થશે.આ સત્રમાં નીચલા ગૃહના નવા સભ્યો શપથ લેશે અને સ્પીકરની પસંદગી કરવામાં આવશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા તૈયાર કરે તેવી શક્યતા છે.
Reporter: News Plus