સામગ્રીમાં 300 ગ્રામ સમારેલું કોળું, મીઠુ અને તેલ જરૂરી પ્રમાણે, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, અડધી ચમચી મેથી દાણા, 2 નંગ લીલા કાપેલા મરચા, 1 ચમચી આદુ - લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લીબુંનો રસ, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી કોથમીર અને પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં મેથી, જીરું અને રાઈનો વઘાર કરવો, હવે તેમાં કાપેલા મરચા અને પેસ્ટ ઉમેરી સાંતળી લેવી. ત્યારબાદ તેમાં કાપેલા કોળાના પીસ ઉમેરી બધા મસાલા ઉમેરી દેવા. બધું મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને ચઢવા દેવું. પાંચ થી દસ મિનિટ પછી તેમાં લીબું નો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી બે મિનિટ માટે થવા દેવું અને ત્યારબાદ ગેસ પરથી ઉતારી લેવું. આ શાક ખુબ હેલ્થી હોય છે.
Reporter: admin