News Portal...

Breaking News :

સૌથી ખતરનાક અને ક્રૂર ડ્રગ લોર્ડ તરીકે જાણીતા નેમેસિયો 'એલ મેન્ચો' ઓસેગુએરાને સેનાએ એક મિલિટરી ઓપરેશનમાં ઠાર માર્યો

2026-02-23 09:58:05
સૌથી ખતરનાક અને ક્રૂર ડ્રગ લોર્ડ તરીકે જાણીતા નેમેસિયો 'એલ મેન્ચો' ઓસેગુએરાને સેનાએ એક મિલિટરી ઓપરેશનમાં ઠાર માર્યો


મેક્સિકો:  ડ્રગ માફિયાઓ સામે ચાલી રહેલા જંગમાં સેનાને એક ઐતિહાસિક સફળતા મળી છે. દુનિયાના સૌથી ખતરનાક અને ક્રૂર ડ્રગ લોર્ડ તરીકે જાણીતા નેમેસિયો 'એલ મેન્ચો' ઓસેગુએરાને સેનાએ એક મિલિટરી ઓપરેશનમાં ઠાર માર્યો છે.


મેક્સિકોની સેનાએ રવિવારે જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) ના સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ ડ્રગ લોર્ડ નેમેસિયો 'એલ મેન્ચો' ઓસેગુએરાને એક ભયાનક એન્કાઉન્ટરમાં માર્યો હોવાની જાહેરાત કરી છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ચોક્કસ બાતમીના આધારે મેક્સિકન સ્પેશિયલ ફોર્સ દ્વારા જલિસ્કોના તપાલપામાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અથડામણમાં એલ મેન્ચો ઉપરાંત 6 શંકાસ્પદ કાર્ટેલ ગનમેન પણ માર્યા ગયા છે, જ્યારે ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ હાલતમાં એલ મેન્ચોને મેક્સિકો સિટી લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.


આ ઓપરેશન એવા સમયે થયું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો પર ફેટાનાઇલ ડ્રગ્સની તસ્કરી રોકવા માટે ભારે દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પે વારંવાર ટેરિફ લાદવાની ધમકી આપીને મેક્સિકોને માદક દ્રવ્યોના વેપાર સામે કડક પગલાં લેવા તાકીદ કરી હતી. અમેરિકાએ એલ મેન્ચોની ધરપકડ માટે 15 મિલિયન અમેરિકન ડોલર (આશરે ₹125 કરોડ) ના ઈનામની જાહેરાત કરી હતી. અમેરિકી વિદેશ વિભાગે આ ઓપરેશનને વૈશ્વિક સુરક્ષા માટે મોટી ઉપલબ્ધિ ગણાવી છે.એલ મેન્ચોના મોત બાદ મેક્સિકોના અનેક રાજ્યોમાં, ખાસ કરીને જલિસ્કોમાં ભયાનક હિંસા ફાટી નીકળી છે. કાર્ટેલના સમર્થકોએ રસ્તાઓ પર નાકાબંધી કરી, વાહનોને આગ ચાંપી દીધી અને સેના સાથે અથડામણ કરી છે. સ્થિતિને જોતા પ્રશાસને શાળાઓ, બજારો અને જાહેર કાર્યક્રમો રદ કરી દીધા છે.

Reporter: admin

Related Post