NEET UG 2026 રી-એગ્ઝામની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરવામાં આવી છે. તેમાં ફિઝિક્સનો એક પ્રશ્ન 'ડ્રોપ' કરવામાં આવતા પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને તે પ્રશ્ન માટે 4 બોનસ માર્ક્સ આપવામાં આવશે. અંદાજે 20 લાખ વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ મળશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરાયેલી પ્રોવિઝનલ આન્સર-કી અનુસાર, ફિઝિક્સના એક પ્રશ્નમાં ટેક્નિકલ ખામી જણાતા તેને રદ કરવામાં આવ્યો છે. પરિણામે, ઉમેદવારે તે પ્રશ્નનો જવાબ આપ્યો હોય કે ન આપ્યો હોય, દરેકને 4 ગુણ આપવામાં આવશે.
આ ઉપરાંત, ફિઝિક્સના અન્ય એક પ્રશ્નમાં બે વિકલ્પોને યોગ્ય જવાબ તરીકે માન્યતા આપવામાં આવી છે. જે ઉમેદવારોએ આ બંનેમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કર્યો હશે, તેમને પણ પૂર્ણ 4 ગુણ મળશે
આ ઉપરાંત, ફિઝિક્સના અન્ય એક પ્રશ્નમાં બે વિકલ્પોને યોગ્ય જવાબ તરીકે માન્યતા આપવામાં આવી છે. જે ઉમેદવારોએ આ બંનેમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કર્યો હશે, તેમને પણ પૂર્ણ 4 ગુણ મળશે.
ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અને વર્નિયર કેલિપર્સ સંબંધિત પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નિષ્ણાતોની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉમેદવારો 28 જૂન સુધી પ્રોવિઝનલ આન્સર-કી સામે ઓનલાઈન વાંધો નોંધાવી શકે છે. તમામ વાંધાઓની તપાસ કર્યા બાદ NTA અંતિમ આન્સર-કી જાહેર કરશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
Reporter: admin







