News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહ અંતગર્ત પોષણ માહ કાર્યશાળા યોજાઈ

2024-09-25 17:28:10
વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહ અંતગર્ત પોષણ માહ કાર્યશાળા યોજાઈ


દેશભરમાં સપ્ટેમ્બર માસને "રાષ્ટ્રીય પોષણ માહ" તરીકે ઉજવવામાં આવે છે. 


પોષણમાહની ઉજવણી અંતર્ગત વડોદરામાં રાજ્યમાં પ્રથમવાર જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા બનાવેલ પોષણના કક્કા - એબીસીડી અને પોષણની પાંચ થીમની પરેડ એસ.ડી.પટેલ સ્કૂલ આજવા ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશી દ્વારા એસ.ડી.પટેલ સ્કૂલ આજવા ખાતે રાજ્યમાં પ્રથમવાર આયુર્વેદના સિધ્ધાંત મુજબ પોષણના કક્કા અને ABCDની પરેડ યોજવામાં આવી હતી. આ પરેડમાં પોષણની પાંચ થીમ એનીમિયા નિવારણ, ગ્રોથ મોનીટરીંગ, ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા સુશાસન, પારદર્શિતા તથા કાર્યક્ષમ સેવા વિતરણ, પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની પાંચ થીમના ધ્વજ સાથે વિદ્યાર્થીઓ જોડાયા હતા.


આ અંતર્ગત શાળાના વિધાર્થીઓને પોષણયુક્ત આહાર સંબંધિત શાળાના ૬૫ વિધાર્થીઓ દ્વારા પોષણની માહિતી આપતી કક્કો અને એબીસીડી દર્શાવતા પોસ્ટરો વિશે વિશેષ સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં પોષણના કક્કામાં આયુર્વેદના ઔષધ, આહાર દ્રવ્યો કે જે સરળતાથી ઉપલબ્ધ છે સાથે જ પોષણમાં વધુ ગુણકારી છે તેને પસંદ કરી નવીન પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ શાળાના વિધાર્થીઓ દ્વારા પોષણના કક્કા અને ABCD નું ઉત્સાહભેર પઠન કરવામાં આવ્યું હતું. આ સાથે પોષણની પાંચ થીમને લોકો અનુસરીને વડોદરાને સમૃદ્ધ અને સુપોષિત બનાવે તે માટે જિલ્લા આયુષ અધિકારી ડૉ. સુધીર જોષી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post