News Portal...

Breaking News :

PM તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની પ્રથમ વિદેશ યાત્રા

2024-06-14 10:42:39
PM તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની પ્રથમ વિદેશ યાત્રા


મોદીએ ગુરુવારે સાંજે પ્રસ્થાન નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ તેમની વિદેશ મુલાકાતથી "ખુશ" છે.


50મી જી7 સમિટમાં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે પીએમ નરેન્દ્ર મોદી ઇટાલી પહોંચ્યા. લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની NDAની જીત બાદ ત્રીજી વખત પીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. મોદી ઈટાલીના આમંત્રણ પર G7 આઉટરીચ સત્રમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટ ફાસાનોના રિસોર્ટમાં યોજાઈ રહી છે. ભારત ઉપરાંત, અલ્જેરિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, મોરિટાનિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ટ્યુનિશિયા અને તુર્કીના નેતાઓને આઉટરીચ સત્રમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.



મોદીએ કહ્યું કે તેઓ G7 સમિટનો ઉપયોગ ભારતના પ્રમુખપદ હેઠળ યોજાયેલા G20 સમિટના પરિણામો વચ્ચે તાલમેલ બનાવવાની તક તરીકે કરશે અને વૈશ્વિક દક્ષિણ માટે મહત્ત્વના મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે.મોદી વિશ્વના નેતાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. તેમજ મોદી G7 સમિટના આઉટરીચ સેશનને પણ સંબોધિત કરશે. મોદી G7 સમિટના આઉટરીચ સેશનને પણ સંબોધિત કરશે.

Reporter: News Plus

Related Post