News Portal...

Breaking News :

દીકરી સોનાક્ષી સિન્હાના લગ્ન સામે કોઈ જ વાંધો નથી. : શત્રુઘ્ન સિન્હા

2024-06-14 10:38:10
દીકરી સોનાક્ષી સિન્હાના લગ્ન સામે કોઈ જ વાંધો નથી. : શત્રુઘ્ન સિન્હા


બોલીવૂડમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચા ઉઠી રહી છે. તા.23મી જૂનના સોનાક્ષી સિન્હા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.


સોનાક્ષી અને ઈકબાલ સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેનું વેડિંગ કાર્ડ લીક થઈ જતાં હવે પિતા શત્રુઘ્ન સિન્હાએ પણ આ મામલે અત્યાર સુધી સેવેલું મૌન તોડ્યું છે.દીકરી સોનાક્ષીના લગ્ન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જો મારી દીકરી લગ્ન કરી રહી છે તો મારો સપોર્ટ અને આશિર્વાદ એની સાથે જ છે. એ જે પણ નિર્ણય કરશે એમાં હું હંમેશા સાથે છું. એ જેને પણ પોતાનો જીવનસાથી બનાવશે એ એના માટે બેસ્ટ હશે. હું દીકરીના લગ્ન પર સૌથી વધુ ખુશ થનારો બાપ છું.એક જ દીકરી છે મને. પણ હું ન તો વેડિંગ ન્યુઝ કન્ફર્મ કરું છું કે ન તો એનો ઈનકાર કરું છું. આગળ તેમણે વધુમાં એવું પણ જણાવ્યું છે કે સમય જ કહેશે કે આગળ શું થશે. મારો આશિર્વાદ હંમેશા જ તેની સાથે રહેશે.



આટલું કહીને શત્રુઘ્ન સિન્હાએ એ વાત તો સ્પષ્ટ કરી દીધી હતી કે તેમને પોતાની દીકરી સોનાક્ષી સિન્હાના લગ્ન સામે કોઈ જ વાંધો નથી. બીજી બાજુ સોનાક્ષીના ભાઈ લવ સિન્હાએ પણ આ લગ્ન બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું મને એના વિશે કંઈ જ ખબર નથી.વાત કરીએ સોનાક્ષીની લવ લાઈફની તો બંનેની મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. બંનેએ ફિલ્મ ડબલ એક્સેલમાં સાથે કર્યું હતું અને વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે.

Reporter: News Plus

Related Post