News Portal...

Breaking News :

ઈટાલીની સંસદમાં સરકારના પ્રસ્તાવને લઈને સાંસદો વચ્ચે મારામારી

2024-06-14 10:33:49
ઈટાલીની સંસદમાં સરકારના પ્રસ્તાવને લઈને સાંસદો વચ્ચે મારામારી


ઈટાલીમાં જી-7 સમિટ યોજાઈ છે ત્યારે મળતા અહેવાલ અનુસાર ઈટાલીની સંસદમાં સરકારના એક પ્રસ્તાવને લઈને સાંસદો વચ્ચે મારામારી થઈ હતી. સંસદની અંદર થયેલી મારામારીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.



ઇટાલી સંસદમાં શાસક અને વિપક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ફાઈવ સ્ટાર મૂવમેન્ટ (MS5)ના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનો આ ઝપાઝપીમાં એટલા ઈજાગ્રસ્ત થયા હતા કે તેમને વ્હીલચેરમાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ફાઇવ સ્ટાર મૂવમેન્ટ (MS5)ના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાલ્ડરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો.


ઇટાલીની સંસદમાં બુધવારે સાંજે શરૂ હોબાળો થયો હતો જ્યારે ફાઇવ સ્ટાર આંદોલનના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાલ્ડેરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવાનો પ્રયાસ કર્યો હતો, ડોર્નોએ સ્વાયત્તતા આપવાની યોજનાનો વિરોધ કરીને આવું કરવાનો પ્રયાસ કર્યો.  આ ઘટના બાદ, ઉત્તર લીગના બીજા ડેપ્યુટી મંત્રી ડોનો પર હુમલો કરવા ઉભા થઈ ગયા હતા, અને લગભગ 20 લોકોએ તેની સાથે મારપીટ શરુ કરી દીધી હતી.

Reporter: News Plus

Related Post