News Portal...

Breaking News :

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું

2024-06-05 15:30:08
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન  પદેથી રાજીનામું આપ્યું


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા .તેઓ એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તેઓ 17મી લોકસભાના ભંગ કરવાની ભલામણ કરતો પત્ર પણ રાષ્ટ્રપતિને સુપ્રત કર્યો છે.


વડાપ્રધાન મોદી દિલ્હીમાં એનડીએની બેઠક પહેલા રાષ્ટ્રપતિ મૂર્મુને લોકસભા ભંગ કરવાની ઔપચારિક માહિતી આપી હતી . ભાજપના નેતૃત્વમાં એનડીએને 294 બેઠકો સાથે બહુમતી મળી છે. આવી સ્થિતિમાં એનડીએ સરકાર બનાવે તેવી પ્રબળ સંભાવના છે.સરકાર બનાવવાની દોડધામ વચ્ચે ચંદ્રબાબુ નાયડુએ કહ્યુંહતું કે અમે NDAની સાથે જ છીએ, રાજકારણમાં ઉતાર-ચડાવ સામાન્ય વાત છે.લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી વધુ બેઠકો છે પરંતુ બહુમત નથી. 


એવામાં NDAને લઈને ચંદ્રબાબુ નાયડુએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે અમે NDAની સાથે જ છીએ અને આજે બેઠકમાં પણ સામેલ થઈશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેનો વિપક્ષ જ નહીં નાગરિકોએ પણ વિરોધ કર્યો હતો. વડાપ્રધાન દેશના રોલ મોડલ અને ફાધર ફિગર તરીકે જોવાતા હોય છે. મોદીના આવા ભાષણોના કારણે પણ મતદારો ભાજપથી દૂર થઈ ગયા હશે તે પણ ઘણા કારણો પૈકીનું એક માનવામાં આવે છે.

Reporter: News Plus

Related Post