કોર્પોરેશનમાં કમિશનર દ્વારા મંગળવારે યોજાયેલી રિવ્યુ બેઠકમાં હાલ ચાલી રહેલા વિકાસના કામો ઉપરાંત વિશ્વામિત્રીના કામોની સમિક્ષા કરાઇ હતી અને સાથે ધાર્મિક દબાણો વિશે પણ સમિક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ધાર્મિક દબાણો, વિશ્વામિત્રી પ્રોજેક્ટ, તળાવો ઉડા કરવા, કાંસો ની સફાઈ અને વિકાસ ના કામો અંગે ચર્ચા થઇ હતી. બેઠક બાદ મીડિયા સાથેવાત કરતા કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી સહિતના જે પણ કામો ચાલી રહ્યા છે તેમાં અત્યારે કોઇ પડકાર નથી. 100 દિવસમાં મોટાભાગના કામો પુરા થઇ જશે. ધાર્મિક દબાણો માટે અમે ફરી તક આપી હતી.

ઘણાએ ડોક્યુમેન્ટ રજૂ પણ કર્યા છે અને તેને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરાશે. ધાર્મિક દબાણો માટે ધર્મગુરુ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો સાથે બેઠક કરાઇ છે. મારા લેવલે પણ અમે બેઠક કરીશું . ઉપરાંત જ્યાં ધાર્મિક દબાણમાં નાનુ મોટુ દુર કરવાનું હોય કે રીલોકેટ થઇ શકે તેમ હોય તો તે ગાઇડલાઇન વિશે પણ અધિકારીઓને સમજ કરી છે. સૌથી પહેલા સમજાવાની અમારી કામગિરી છે. શહેરમાં 300થી વધુ ધાર્મિક દબાણ હોવાનું કમિશનરે જણાવ્યું હતું.




Reporter: admin