News Portal...

Breaking News :

મોહમ્મદ શમી ફરી થયા અવગણનાના શિકાર? અજિત અગરકરના નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા

2026-05-20 11:51:14
મોહમ્મદ શમી ફરી થયા અવગણનાના શિકાર? અજિત અગરકરના નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા


મોહમ્મદ શમીને અફઘાનિસ્તાન સામેની આગામી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન ન મળતા ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. 


સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં ટીમમાંથી બહાર રાખવાના નિર્ણયથી ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે.India national cricket team ની અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની સિરીઝ માટે જાહેરાત કરવામાં આવેલી ટીમમાં શમીનું નામ સામેલ નહોતું. ખાસ વાત એ છે કે શમીએ 2025-26ની સ્થાનિક સીઝનમાં ત્રણેય ફોર્મેટમાં ઘાતક બોલિંગ કરીને કુલ 67 વિકેટ ઝડપી હતી.

શમીના સ્થાનિક સીઝનના આંકડા પ્રભાવશાળી રહ્યા હતા:
રણજી ટ્રોફી: 7 મેચમાં 37 વિકેટ
Syed Mushtaq Ali Trophy : 7 મેચમાં 16 વિકેટ
Vijay Hazare Trophy : 7 મેચમાં 15 વિકેટ



ટીમ જાહેરાત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર Ajit Agarkar એ શમીને બહાર રાખવાનું કારણ સમજાવતા કહ્યું કે, “મેડિકલ ટીમના રિપોર્ટ અનુસાર હાલ તેમનું શરીર માત્ર T20 ક્રિકેટ રમવાની જ પરવાનગી આપે છે. અમે જાણીએ છીએ કે તેમણે સ્થાનિક ક્રિકેટ રમ્યું છે, પરંતુ લાંબા ફોર્મેટ માટે તેઓ હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી.”અગરકરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની ગઈ છે. ક્રિકેટ ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે શમી સતત લાંબી ઇનિંગ્સ અને અનેક મેચોમાં બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને ટેસ્ટ અને વનડે માટે અણફિટ કેમ ગણવામાં આવ્યા.ભારતીય ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયે હવે પસંદગી પ્રક્રિયા અને ખેલાડીઓની ફિટનેસ માપદંડોને લઈને નવા સવાલો ઊભા કર્યા છે.

Reporter: admin

Related Post