News Portal...

Breaking News :

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ મુલાકાતની શક્યતા, ફ્રાન્સમાં થશે હાઈપ્રોફાઇલ બેઠક

2026-05-20 11:40:48
G7 સમિટમાં મોદી-ટ્રમ્પ મુલાકાતની શક્યતા, ફ્રાન્સમાં થશે હાઈપ્રોફાઇલ બેઠક


આગામી G7 શિખર સંમેલનને લઈને મોટા રાજદ્વારી સંકેતો સામે આવ્યા છે. Narendra Modi આગામી 15 થી 17 જૂન દરમિયાન France માં યોજાનારા પ્રતિષ્ઠિત G7 સમિટમાં ભાગ લેવા માટે સત્તાવાર પ્રવાસે જશે. 


ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પ્રેસ રિલીઝ જાહેર કરીને પીએમ મોદીની હાજરીની પુષ્ટિ કરી છે.G7 Summit દરમિયાન વિશ્વના અગ્રણીઓ વચ્ચે અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ખાસ કરીને ભારતની વધતી જતી આર્થિક અને રાજદ્વારી ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવશે.તાજેતરમાં ફ્રાન્સના ‘Abbaye des Vaux-de-Cernay’ ખાતે યોજાયેલી G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી S. Jaishankar અને ફ્રાન્સના વિદેશ મંત્રી Jean-Noel Barrot વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઇવિયન સમિટમાં ભારતની ભાગીદારી અને વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં ભારતના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું હતું.


આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ પીએમ મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સંભવિત દ્વિપક્ષીય બેઠક માનવામાં આવી રહી છે. જો આ મુલાકાત થાય તો છેલ્લા 16 મહિનામાં બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ સામસામે બેઠક હશે.વૈશ્વિક સ્તરે અમેરિકા-ઈરાન તણાવ, હોર્મુઝ જળમાર્ગ સંકટ અને વધતા ક્રૂડ ઓઈલના ભાવોની વચ્ચે યોજાનારી આ સંભવિત મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર મંડાઈ છે. રાજકીય અને વ્યૂહાત્મક દૃષ્ટિએ આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post