દેશની આન, બાન, શાન એવા તિરંગાના સન્માનમાં કરજણ તાલુકાના મુખ્ય મથક સહીત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
આપણા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને આદરની સામૂહિક અભિવ્યક્તિને ઉજાગર કરવા માટે હર ઘર તિરંગાની થીમ હેઠળ વડોદરા જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે તેની સાથે કરજણ શહેરમાં પણ મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવી રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ લાવવાનો આશય ફળીભૂત થઈ રહ્યો છે.
કરજણ તાલુકાના મોટા ભાગના ગામોની શાળાઓ અને ગ્રામ પંચાયતોમાં તિરંગા યાત્રાઓ યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત કરજણ નગરના આગેવાનો, પોલીસ જવાનો, તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, બાળકો સહિત લોકોએ હાથમાં તિરંગા સાથે “વંદે માતરમ”, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું
Reporter: admin