વડોદરા : ભાયલીની સામુહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ડભોઈમાં વિધવા માતાના પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
ડભોઈમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરા કન્યા પર કન્યાની વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા કાકાએ એકલતાનો લાભ લઈ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે હવસખોરની ધરપકડ કરી છે. પીડિતાએ ફાંસીની સજાની માંગ કરી છે. મળતી માહિતી અનુસાર ડભોઈમાં શ્રમજીવી પરિવારની સગીરા કન્યાના પિતાનું ૧૧ વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તેની માતા અને ભાઈ સાથે રહેતી કન્યાના વિધવા માતાના પતિ તરીકે છેલ્લા સાત વર્ષથી લાલા નગીનભાઈ વસાવા રહેતો હતો. સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે લાલા વસાવા પોતાની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને અવારનવાર અડપલા કરતો હતો. તેથી કન્યાને લાલા વસાવા તેની માતા સાથે પતિ તરીકે રહે તે પસંદ ન હતું.
પરંતુ તે શ્રમજીવી પરિવારની વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા.કાકાએ સગીરા પર બે વખત દુષ્કર્મ આચર્યું પીડિતાએ ફાંસીની સજાની માંગ કરી વિરોધ કરી શકતી ન હતી. ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઈ હતી. કન્યાની એકલતાનો લાભ લઈને હવસખોર લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હતું. અને કોઈને આ બાબતની જાણ ન કરવા માટેની ધમકી આપી હતી. બાદ હવસખોરે ત્રણ દિવસ પૂર્વે પુનઃ એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને મરજી વિરુદ્ધ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. અને ફરી સગીરાને કોઈને જાણ ન કરવા માટે ધમકી આપી હતી. ત્રણ દિવસ પહેલા સગીરા ઘરમાં રડતી હતી. તે દરમિયાન ઘરે આવી પહોંચેલી નાનીએ સગીરાને રડવાનું કારણ પૂછ્યું હતું.તેણે લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે મજૂરી કામેથી પરત ફરેલી સગીરાની માતાએ પણ દીકરીને રડવાનું કારણ પૂછતાં સગીરાએ કાકા લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે લાલાની શોધખોળ આદરી ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીર કન્યાએ બે વખત દુષ્કર્મ આચારનાર હવસખોર કાકાને ફાંસીની સજા થાય તેવી માગ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભાયલીમાં સગીર કન્યા પર ગેંગરેપ થયાનો જઘન્ય કિસ્સોપ્રકાશમાં આવ્યો હતો.
Reporter: admin