News Portal...

Breaking News :

મ૨ર્ક્યુરી ઈવી ટેકના સિગ્નેચર શોરૂમનું ભવ્ય લોકાર્પણ

2026-06-22 14:53:48
મ૨ર્ક્યુરી ઈવી ટેકના સિગ્નેચર શોરૂમનું ભવ્ય લોકાર્પણ

વડોદરા નેશનલ હાઈવે પર મ૨ર્ક્યુરી ઈવી ટેક ની ફેક્ટરી ખાતે અદ્યતન સિગ્નેચર શોરૂમનું ભવ્ય લોકાર્પણ વિવિધ મહાનુભાવોની ગૌરવમય ઉપસ્થિતિમાં યોજાયું.
આ પ્રસંગે પૂજ્ય વ્રજરાજકુમાર મહારાજશ્રી, વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, કરજણના ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી જીતુ સુખડિયા તથા ભાજપ જિલ્લા મહામંત્રી શ્રી જયદીપસિંહ ચૌહાણ તથા શ્રી બ્રિજેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ પોતાના સંબોધનમાં ઇલેક્ટ્રિક વાહનોના વધતા મહત્વ, સ્વચ્છ અને હરિત ભારતના નિર્માણમાં તેની ભૂમિકા તેમજ મરર્ક્યુરી ઈવી ટેક દ્વારા રોજગારીના સર્જન અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપવામાં આવી રહેલા નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરાય હતી.

પરમ પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહારજશ્રી તેમના સંબોધન માં જણાવ્યું કે ભારત માં હાલ બે સમસ્યા છે પોપ્યુલેશન અને પોલ્યુશન ની, ઇલેક્ટ્રિક વાહનો હાલ ના સમય ની જરૂરત છે. જેમ વિદેશો માં ઇલેક્ટ્રિક વાહનો નો બોહડો પ્રયોગ કરવામાં આવે છે તે જ રીતે આપણે પણ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના ક્લીન એનર્જી અને કાર્બન એમિશિન ફ્રી ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા આપણે પણ વધારે ને વધારે ઇલેક્ટ્રિક વાહન અપનાવવા જોઈએ.
વડોદરા સાંસદ શ્રી હેમાંગ જોશી જણાવ્યું હતું કે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના આત્મ નિર્ભર ભારત ના સૂચન ને સિદ્ધ કરતી આ વડોદરા ની મરક્યુરી ઈવી ટેક આવનાર સમય માં વધારે પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છું. 
કરજણ ના ધારાસભ્ય શ્રી અક્ષય પટેલે જણાવ્યું કે આવી કંપની આસ પાસ ના વિસ્તાર તેમજ ગુજરાત માં ખુબજ સારી રોજગારી ની તક ઊભી કરે છે. જયેશ ભાઈ ઠક્કર ની મરક્યુરી ઈવી ટેક એ ટુ વ્હીલર, થ્રી વ્હીલર એમ અનેક ઇલેક્ટ્રિક વાહનો ડેવલપ કર્યા છે જેનો આનંદ છે. 


આ પ્રસંગે મરર્ક્યુરી ઈવી ટેકના CMD શ્રી જયેશ ઠક્કર તથા કંપનીની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. શ્રી ઠક્કરે ઉપસ્થિત મહેમાનો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મર્ક્યુરી ઈવી ટેકનું ધ્યેય માત્ર ગુણવત્તાસભર ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવાનું જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, રોજગારીનું સર્જન અને ગુજરાત સહિત સમગ્ર દેશને ગ્રીન મોબિલિટીની દિશામાં આગળ વધારવાનું છે.
કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, આગેવાનો, ગ્રાહકો, ડીલરો તેમજ શહેરના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી.

Reporter: admin

Related Post