વડોદરા : કિશનવાડી જલારામ ચોક પાસે છેલ્લા 8 વર્ષ થી મંદિરના ભુવાજી ક્રિષ્ના ભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ દ્રારા મેલડી મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેર કિશન વાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજી નો ભંડારાનું આયોજન કરાયું હતું.આ વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યાએ મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો જેમાં મંદિરના ભુવાજી ક્રિષ્ના ભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ આ મહા પ્રસાદીમાં એમનું યોગદાન આપ્યું હતું

છેલ્લા આઠ વર્ષથી જય માં મેલડી તરફ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જવારા સ્થાપના, જવારા વળાવવા, માતાજીનો હવન, સાથે મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.







Reporter: admin