News Portal...

Breaking News :

નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ બદલ મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ

2026-05-07 12:55:47
નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ બદલ મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ



પ્રિસ્ક્રિપ્શન વિના સાઇકોટ્રોપિક દવાઓ વેચાતા તંત્રની કડક કાર્યવાહી
નવાયાર્ડ સ્થિત શિવાની મેડિસિન સામે કાર્યવાહી બાદ તપાસ કરતી અધિકારીઓની ટીમ

વડોદરામાં નશાકારક અને માનસિક અસરકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયામક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવાયાર્ડ વિસ્તારમાં આવેલી મેસર્સ શિવાની મેડિસિનનું લાયસન્સ કાયમી રીતે રદ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન પ્રિસ્ક્રિપ્શન વિના સાઇકોટ્રોપિક દવાઓના વેચાણ સહિતની ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી.તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ, દુકાનમાં કોડિન યુક્ત દવાઓ ઉપરાંત Nitrazepam અને Alprazolam જેવી માનસિક અસરકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું. 

તપાસ દરમિયાન “PB-REX Cough Syrup” અને “BESCODEX” સહિત કુલ પાંચ પ્રકારની દવાઓના વેચાણમાં નિયમોનો ભંગ થયાનું બહાર આવ્યું હતું.આ અગાઉ પણ નવેમ્બર 2019માં પ્રથમ વખત ગેરરીતિઓ સામે આવતા દુકાનનું લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2021માં ફરી તપાસ દરમિયાન અનિયમિતતાઓ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં દુકાન સંચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.તાજેતરની તપાસમાં અધિકારીઓ દ્વારા અપાયેલી નોટિસનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો નહોતો. જેના કારણે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી ખોરાક અને ઔષધ નિયામક તંત્રે કડક વલણ અપનાવી મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી રીતે રદ કર્યું છે.તંત્રના જણાવ્યા મુજબ, આવી દવાઓના દુરૂપયોગથી નશાની લત, શ્વાસ લેવામાં તકલીફ, માનસિક અસરો અને જીવલેણ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. જાહેર આરોગ્યની સુરક્ષા માટે ભવિષ્યમાં પણ આવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Reporter: admin

Related Post