News Portal...

Breaking News :

સામાન્ય સભા પેહલા મળેલ સંકલન સમિતિની બેઠક બોલાવતા મેયર મુંજવણમાં

2024-07-04 09:57:18
સામાન્ય સભા પેહલા મળેલ સંકલન સમિતિની બેઠક બોલાવતા મેયર મુંજવણમાં


વડોદરા મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાવાની હતી પરંતું  ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે બનેલી કરુણીતાંને કારણે મૃતકોના માનમાં સભામાં મૌન પાડીને સભાને મુલતવી કરવામાં આવી હતી.


સામાન્ય સભા મુલતવી પેહલા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરતાં પાલિકામાં આ બેઠક અંગે ભારે ચર્ચા ઉદ્દભવી છે. જ્યારે સામાન્ય સભા મુલતતી કરવાની હતી  તો સંકલન બોલાવવાની શું જરૂર હતી.સભાં અને સંકલન સમિતિમાં શાસક પક્ષના જ નગરસેવકો વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હોય તેમ મેયર અને સ્ટેન્ડીગ કમિટીના ચેરમનેનને બાનમાં લીધા હોય તે પ્રકારનું વાતાવરણ ઉભું થયું હતું. સંકલન સમિતિમાં શાસક પક્ષના જ નગરસેવકો દ્વારા તેમના વિસ્તારમાં બાકી રહેલા કામોને આગળ ધરીને રજૂઆત કરવામાં આવી હતી અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકામાં ભાજપા નું શાસન છે ત્યાર ભાજપના જ નગરસેવકો દ્વારા મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના સીધી જ પાલિકાની મળતી સામાન્ય સભામાં રજુઆત કરીને  પોતાના વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરીને મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને નીચું દેખાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાલિકાની સભાનું રિપોર્ટિંગ પ્રસાર પ્રચાર માધ્યમોમાં આવે છે જેને કારણે પાલિકાની સભામાં જ જે પણ પ્રકારની ચર્ચા કે વિરોધની કામગીરી થાય છે તે અંગે શિસ્તને વરેલી ભાજપાની છબી ખરડાઈ છે. પાલિકાની સભામાં જ્યારે શાસક પક્ષના જ નગરસેવકો મેયર કે ચેરમેનને વિશ્વાસમાં લીધા વગર પોતાના પ્રશ્નોની રજૂઆત સીધા જ ફ્લોર પર કરતા હોય છે ત્યારે તે અંગેના સમાચારો માધ્યમોમાં પ્રસાર થાય છે આ બાબતે સંકલનની બેઠકમાં મેયરે જાહેરમાં એ વાતને સ્વીકારી પોતાનો બળાપો ઠાલવ્યો હતો. પાલિકાની ભારતીય જનતા પાર્ટીની શાસક પક્ષની ભૂમિકામાં રહેલા નગરસેવકો છે જ્યારે મેયર અને ચેરમેનને ટાર્ગેટ કરીને પોતાની વાત ફ્લોર પર મૂકે છે ત્યારે ક્યાંક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે સમગ્ર સભામાં મેયર અને ચેરમેનને જ ટાર્ગેટ કરવામાં આવે છે 


અલબત્ત નગર સેવકોની સમસ્યાઓ સાચી જ હશે એમાં કોઈ સંદેહ નથી પરંતુ શિસ્તને વળેલી ભાજપાની આ એક પ્રકારની કમનસીબી છે કે સંગઠન અને શાસક પક્ષ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે કેટલાક નગરસેવકો દ્વારા સીધી જ સભામાં કે સંકલનમાં રજૂઆત કરવામાં આવે છે સંકરણ સમિતિની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે નગર સેવકોને જણાવ્યું હતું કે તેઓનો મોબાઇલ 24 બાય 7 સમગ્ર દિવસ અને રાત દરમિયાન ચાલુ હોય છે ત્યારે નગરસેવકોએ તેમના વિસ્તારના જે પણ પ્રશ્નો કે સમસ્યાઓ છે તે અંગે ફોનના માધ્યમથી રજૂઆત કરવી જોઈએ. નગરસેવકો જો તેમને ફોન કરશે તો જે તે વિભાગના અધિકારીને બોલાવીને તાત્કાલિક તેમનું કામ પૂરું કરવાનો પ્રયાસ પણ કરશે. સામાન્ય સભા પહેલા કે સંકલનની બેઠક પહેલા આ નગરસેવકો ચેરમેન કે મેયરને કોઈ રજૂઆત કરતા નથી તે યોગ્ય બાબત નથી. બીજી તરફ શહેર ભાજપા સંગઠન દ્વારા પણ પાલિકાના શાસક પક્ષના ચૂંટાયેલા નગર સેવકો ઉપર કોઈપણ પ્રકારનું અંકુશ રહ્યો નથી જેને કારણે છેલ્લા કેટલાય સમયથી પાલિકામાં મળતી સામાન્ય સભામાં શાસક પક્ષના જ નગરસેવકો વિપક્ષની ભૂમિકામાં બેઠા હોય તેવું ફલિત થાય છે .અલબત્ત હવે નજીકના સમયમાં જ પાલિકાના ચૂંટાયેલા આ સભાસદો અને સંગઠન વચ્ચે રહેલી ગેરસમજો અને ગ્રજગ્રાહ ત્વરિત દૂર થાય અને શહેરના વિકાસમાં ખભેથી ખભા મિલાવીને શાસક પક્ષના નગરસેવકો પોતાના વિસ્તારની કામગીરી કરે તેવું શહેરના નાગરિકો ઈચ્છિ રહ્યા છે.

Reporter: News Plus

Related Post