News Portal...

Breaking News :

માંજલપુરમાં મોડી રાત્રે ચોરીનો પ્રયાસ, CCTVમાં કેદ થયા ત્રણ શખ્સો

2026-07-29 12:19:24
માંજલપુરમાં મોડી રાત્રે ચોરીનો પ્રયાસ, CCTVમાં કેદ થયા ત્રણ શખ્સો

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાર્થભૂમિ-2 વિસ્તારમાં ત્રણ શખ્સો બાઈક પર સવાર થઈ ચોરીના ઇરાદે આવ્યા હોવાનું CCTV ફૂટેજમાં જોવા મળ્યું છે.

ચોરોની હિલચાલથી સ્થાનિક લોકો જાગી જતા તેઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોએ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. બનાવને પગલે પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post