વડોદરા : સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલા શખસે વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી પરણિત મહિલાને હરણી વિસ્તારમાં આવેલી હોટલમાં મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી, મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેને પગલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.સો. મીડિયાથી યુવતીને વિશ્વાસમાં લીધી વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય યુવતીનો સોશિયલ મીડિયા પરથી સુરતના કાપડના વેપારી સાથે સંપર્ક થયો હતો. જેથી, વેપારીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેણીને વડોદરા સહિતની અલગ-અલગ હોટલોમાં લઈ જઈને તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. મીઠી-મીઠી વાતો કરીને વેપારીએ યુવતી રૂપિયા 18 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને વિશ્વાસમાં લઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.મહિલાને ચાકુ બતાવીને બે વાર દુષ્કર્મ ગુજાર્યું.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીત મહિલાનો સોશિયલ મીડિયાના માધ્યમથી સાગર મકવાણા નામના શખસ સાથે સંપર્ક થયો હતો. જેના કારણે બંને એકબીજા સાથે મોબાઈલ પર કોલિંગ તથા મેસેજ દ્વારા વાતો કરતા હતા. જેના કારણે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મહિલાનો વિશ્વાસ જીતી ગયેલા શખસે તેણીને મળવા માટે હરણી વિસ્તારમાં આવેલા તળાવ પાસે બોલાવી હતી. આ દરમિયાન મહિલાને હોટલના રૂમમાં શાંતિથી બેસી વાતો કરવાનું કહીને લઈ ગયો હતો. ત્યારબાદ આ શખસ દ્વારા ચાકુ બતાવીને મારી નાખવાનો ડર બતાવીને મહિલા પર બે વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેથી, મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાગર ની ધરપકડ કરી છે.
Reporter: admin