મહારાષ્ટ્રમાં ફરી એકવાર પરીક્ષા વ્યવસ્થા પ્રશ્નોના ઘેરામાં આવી છે. રાજ્યમાં 28 જૂન, 2026ના રોજ યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક થવાની આશંકાને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે સ્થગિત કરી દીધી છે. આ નિર્ણયથી લાખો ઉમેદવારોને મોટો ઝટકો લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઠાણે વિસ્તારમાંથી TETના પ્રશ્નપત્ર બહાર આવ્યાની માહિતી સંબંધિત વિભાગ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે શિક્ષણ વિભાગે 28 જૂનની પરીક્ષા રદ કરીને નવી તારીખે યોજવાનો નિર્ણય લીધો છે.
લાખો ઉમેદવારો પર અસર
રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો લાંબા સમયથી TET પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. ઘણા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી હતી. જોકે, પરીક્ષા પૂર્વે જ તેને સ્થગિત કરાતા ઉમેદવારોમાં નિરાશા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
તપાસ શરૂ, નવી તારીખની રાહ
પેપર લીકની આશંકા સામે આવતા પ્રશાસને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રશ્નપત્ર કેવી રીતે બહાર આવ્યું અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હવે ઉમેદવારો નવી પરીક્ષા તારીખ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.
Reporter: admin







