News Portal...

Breaking News :

મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18 ટકા ટેરિફ લાગશે: નરેદ્ર મોદી

2026-02-03 12:03:25
મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18 ટકા ટેરિફ લાગશે: નરેદ્ર મોદી


દિલ્હી : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 


અમેરિકાએ ભારત પરનો રેસીપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% કરી દીધો છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ PM મોદીએ પણ પોસ્ટ શેર કરી આભાર માન્યો હતો. 

રશિયા-યુક્રેન યુદ્ધ અને તેલનો મુદ્દો

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મોટી મદદ મળશે તેમ માનવામાં આવે છે.ટ્રમ્પે અમેરિકા દ્વારા ભારત પર લેવામાં આવતા રેસીપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) ને 25% થી ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી છે. સામે પક્ષે, ભારત પણ અમેરિકા સામેના તેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને 'શૂન્ય' કરવા માટે આગળ વધશે. 



ટ્રમ્પની પોસ્ટ બાદ વડાપ્રધાન મોદીએ પણ X પર પોસ્ટ કરી હતી, જેમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો, મને ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18 ટકા ટેરિફ લાગશે, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે. ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે આતુર છીએ. ભારતે અમેરિકા પાસેથી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ અને કોલસા સહિતના વિવિધ ક્ષેત્રોમાં $500 બિલિયન ડોલરથી વધુની ખરીદી કરવાની ખાતરી આપી છે. આ સાથે જ પીએમ મોદીએ "બાય અમેરિકન" (Buy American) ના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે પણ સહમતિ દર્શાવી છે.

Reporter: admin

Related Post