મેક્રોનનું મોટું નિવેદન: AI ક્ષેત્રે દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાની યાત્રા પર છે. G-7 શિખર સંમેલન પહેલાં તેમણે ફ્રાન્સના નીસ શહેરમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સંયુક્ત રીતે 'ભારત ઈનોવેટ્સ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ભારતની ટેક્નોલોજી અને નવોચાર ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારત પાસે અસાધારણ ક્ષમતા છે અને આવનારા સમયમાં ભારત સમગ્ર વિશ્વમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે.
મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતે ડિજિટલ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને નવીનતા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે, જેના કારણે AI ક્ષેત્રમાં ભારત માટે નવી તકો સર્જાઈ રહી છે. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, ટેક્નોલોજી સહયોગ, સંરક્ષણ અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. ખાસ કરીને AI, ડિજિટલ ઈનોવેશન અને ભવિષ્યની ટેક્નોલોજીમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ પ્રવાસે છે, જ્યાં તેઓ અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
Reporter: admin







