News Portal...

Breaking News :

નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ

2026-04-10 13:07:04
નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ


અશાંત ધારો હોવા છતાં પ્લોટના સોદા મામલે સ્થાનિકોનો મોડી રાત્રે મેઘધનુ સોસાયટી ખાતે રાત્રિના 12 કલાકે રહીશોનો કોર્પોરેટરના ઘરે 'રામ ધૂન' બોલાવી વિરોધ કર્યો




ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209 ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તાર 'અશાંત ધારા' હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરા ના નેતૃત્વમાં મહિલાઓ અને રહીશો આજે મેઘધનુષ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના નિવાસ્થાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. 


રહીશોએ ત્યાં દોઢ કલાક સુધી રોકાઈને 'રામ ધૂન' બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. રહીશોની મુખ્ય માંગ છે કે હિન્દુ-મુસ્લિમ ભાગીદારીમાં થયેલો આ મિલકતનો સોદો તાત્કાલિક રદ કરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો રહીશોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Reporter:

Related Post