જામનગર શહેરમાં ચોરીની ઘટના વધતી: કાર અને બાઇક ઉઠાવવાના બે કેસ નોંધાયા
જામનગર શહેરમાં વાહનચોરીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇક અને કારની ચોરીના બે બનાવ સામે આવ્યા છે, જેને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રથમ બનાવમાં ખોડીયાર કોલોની, હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા ધવલ નેભાભાઈ ચાવડાનું જીજે-10-ડીસી-7863 નંબરનું બાઇક બ્રાહ્મણ બોર્ડિંગ નજીક પાર્ક કરેલું હતું, જે અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર ગામના કાનજીભાઈ મેઘજીભાઈ પરમારની જીજે-37-બી-1971 નંબરની અંદાજે રૂ. 3 લાખ કિંમતની કાર જી.જી. હોસ્પિટલ પાસે હિંમતનગર રોડ પર પાર્ક હતી, જે રાત્રિના સમયે અજાણ્યા ચોરો ચોરી લઈ ગયા હતા.બંને કેસોમાં પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સતત વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને લઈને શહેરમાં વાહન માલિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Reporter: admin







