News Portal...

Breaking News :

આર્ટીકલ 370 પુર્ન સ્થાપનના પ્રસ્તાવને લઇને ગુરુવારે જમ્મુ અને કશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો

2024-11-07 13:31:28
આર્ટીકલ 370 પુર્ન સ્થાપનના પ્રસ્તાવને લઇને ગુરુવારે જમ્મુ અને કશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો


જમ્મુ : બુધવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં એક ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 


જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે ભારે હોબાળો થયો છે. વિધાનસભામાં આજે પક્ષ અને વિપક્ષ મારામારી પર ઉતરી આવ્યા છે. આર્ટીકલ 370 પુર્ન સ્થાપનના પ્રસ્તાવને લઇને આજે વિધાનસભા તોફાની બની છે. જેમાં કલમ 370 હેઠળ અગાઉના રાજ્યના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી, જેને કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019 માં રદ કરવામાં આવી હતી. ચાલુ સત્રના ત્રીજા દિવસે નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ રજૂ કરેલા ઠરાવને વિપક્ષી ભાજપના સભ્યોના જોરદાર વિરોધ છતાં શાસક પક્ષનું સમર્થન મળ્યું હતું.


આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે આ વિધાનસભા વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટીના મહત્વની પુષ્ટિ કરે છે. જેણે જમ્મુ કાશ્મીરના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોની રક્ષા અને તેનુ એક તરફી નિષ્કાસન પર ચિંતા વ્યક્ત કરે છે. આ વિધાનસભા ભારત સરકારથી જમ્મુ કાશ્મીરના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિશેષ દરજ્જાની પુનઃસ્થાપના, બંધારણીય ગેરંટી અને જોગવાઈઓને પુનઃસ્થાપિત કરવા માટે બંધારણીય મિકેનિઝમ તૈયાર કરવાનું આહ્વાન કરે છે. વિધાનસભા આ વાત પર ભાર આપે છે કે પુનઃસ્થાપન કોઇ પણ પ્રક્રિયા રાષ્ટ્રીય એકતા અને જમ્મુ કાશ્મીરના લોકોની કાયદેસરની આકાંક્ષાઓ બંનેનું રક્ષણ કરશે.

Reporter: admin

Related Post