News Portal...

Breaking News :

જાંબુઆ બ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની બે ગાડીઓએ સંભાળી મોરચો

2026-06-12 10:40:22
જાંબુઆ બ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની બે ગાડીઓએ સંભાળી મોરચો


જાંબુઆ બ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની બે ગાડીઓએ સંભાળી મોરચો

વડોદરાના જાંબુઆ બ્રિજ નજીક ગુરુવારે મોડી રાત્રે એક ગોડાઉન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતાં આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નહોતી અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર સતત કામગીરી કરી રહી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગના કારણો અને નુકસાન અંગે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post