ગઈ કાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેના ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. આ મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો.
જ્યારે એક કાર રિફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અન્ય એક કાર સાથે અથડાઈ હતી.બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે એક કારમાં હવામાં ફંગોળાઈને હાઈવે પરના બેરિકેડ પર પડી હતી. જ્યારે મુસાફરો કારમાંથી બહાર રોડ પર પડ્યા હતા. બીજી કારને પણ નુકસાન થયું હતું. કારમાં સવાર છ લોકોના લોહીથી લથપથ મૃતદેહ હાઈવે પર પડેલા જોવા મળ્યા હતા.અકસ્માતની માહિતી મળતા જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ક્રેન લગાવવામાં આવી હતી.
ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં કાર MH.12.MF.1856 ડીઝલ ભરીને વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી, ત્યારે નાગપુરથી મુંબઈ જઈ રહેલી કાર MH.47.BP.5478ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત જાલના વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવે પર કડવાંચી ગામ પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને તાલુકા જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેઈનની મદદથી બંને કારને સમૃદ્ધિ હાઈવે નીચેથી બહાર કાઢીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.
Reporter: News Plus