અમદાવાદ :ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટીલની બિહારના સહપ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.
આથી તેઓને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી વહેલા મુક્ત કરવા માટે, ભાજપના મોવડી મંડળે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનુ કોંકડુ ઉકેલવા ઝડપ દર્શાવી છે. જો કે, સી આર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની મુદત પૂર્ણ થયાને ઘણો સમય થયો છે.ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલ દશેરાના દિવસે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમ અનુસાર, આજે ઉમેદવારોના ફોર્મ ભરાશે. બપોર બાદ ફોર્મની ચકાસણી કરાશે તેમજ ભરાયેલ ફોર્મ પરત ખેંચવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે, ભૂપેન્દ્ર પટેલ સરકારના સહકાર, કુટીર, ઉડ્ડયન અને પ્રોટોકોલ પ્રધાન જગદીશ પંચાલનુ નામ મોખરે છે. જગદીશ પંચાલનુ નામ રેસમાં સૌથી આગળ હોવા અંગેના કેટલાક મજબૂત કારણો પણ છે. જેમાં જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. જગદીશ પંચાલને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. તેઓએ ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકેની કામગીરી સુપેરે નિભાવી જાણી હતી.
Reporter: admin







