Indian Space Research Organisation (ઈસરો)એ તેના આગામી LVM3 મિશનની તૈયારીઓમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઈસરોએ ક્રાયોજેનિક એન્જિનનું ફ્લાઇટ એક્સેપ્ટન્સ ટેસ્ટ (Flight Acceptance Test) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
આ પરીક્ષણ દ્વારા ઉડાન પહેલાં એન્જિનની કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને સલામતીની ખાતરી કરવામાં આવે છે. ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતાં હવે આ એન્જિન આગામી LVM3 મિશનમાં ઉપયોગ માટે તૈયાર માનવામાં આવી રહ્યું છે.
LVM3 ઈસરોનું સૌથી શક્તિશાળી પ્રક્ષેપણ યાન છે, જેનો ઉપયોગ ભારે ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવા તેમજ ભાવિ માનવ અવકાશ મિશન સહિતના અનેક મહત્વપૂર્ણ અભિયાનો માટે કરવામાં આવે છે. ક્રાયોજેનિક એન્જિનના સફળ પરીક્ષણથી ઈસરોના આગામી અવકાશ મિશનોને વધુ મજબૂતી મળશે.
Reporter: admin







