News Portal...

Breaking News :

ઈઝરાયલે ઈરાન પર થનારા હવાઈ હુમલાઓ અચાનક 4 કલાક માટે ટાળી દીધા હતા

2026-04-04 10:11:57
ઈઝરાયલે ઈરાન પર થનારા હવાઈ હુમલાઓ અચાનક 4 કલાક માટે ટાળી દીધા હતા


તહેરાન : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં છેલ્લા કેટલાક કલાકોમાં અત્યંત નાટકીય વળાંક આવ્યો છે. 

ઈરાને અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને તોડી પાડી તેના પાયલટને બંધક બનાવ્યાનો દાવો કર્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ધર્મસંકટ ઉભું થયું છે. બીજી તરફ, ઈઝરાયલે પણ ઈરાન પરના તેના હુમલા અચાનક ટાળી દીધા છે.ઈરાની મીડિયાના દાવા મુજબ, IRGC એ અમેરિકાના સ્ટીલ્થ ફાઈટર જેટ F-35 ને તોડી પાડ્યું છે અને તેના પાયલટને જીવતો પકડી લીધો છે. આ સાથે ઈરાને અમેરિકાનું A-10વોર્થોગ વૉરપ્લેન પણ તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. 

શુક્રવારે ઈઝરાયલે ઈરાન પર થનારા હવાઈ હુમલાઓ અચાનક 4 કલાક માટે ટાળી દીધા હતા. આ નિર્ણય કોઈ ડરથી નહીં, પણ અમેરિકાના પાયલટોને બચાવવા માટે લેવાયો છે.જો ઈઝરાયલ તે વિસ્તારમાં બોમ્બમારો ચાલુ રાખે તો અમેરિકાની રેસ્ક્યુ ટીમ (CSAR) માટે સર્ચ ઓપરેશન કરવું અશક્ય બની જાય તેમ હતું. અમેરિકા અને ઈઝરાયલ હાલ પાયલટોને જીવતા પાછા લાવવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

Reporter: admin

Related Post