તહેરાન : ઈરાને હવે આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલ પર ભયાનક હુમલાઓ કરવાની શરૂઆત કરી દીધી છે.
ત્યારે ઈઝરાયલ અને અમેરિકા દ્વારા પણ મજબૂત રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ સૌની વચ્ચે હોર્મુઝની ખાડી બંધ હોવાથી દુનિયાભરમાં ઓઈલ સંકટ પેદા થઇ રહ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે હાલનું ઉર્જા સંકટ 1970ના દાયકા કરતા પણ વધુ ગંભીર છે. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ હોવાથી વૈશ્વિક સપ્લાય ચેઈન ઠપ થઈ ગઈ છે.ઈરાનના લડવૈયાઓ હવે તેમની બેલેસ્ટિક મિસાઈલો પર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના ફોટા લગાવી રહ્યા છે,કારણ કે સાંચેઝે ઈરાન વિરુદ્ધના યુદ્ધની ટીકા કરી હતી.
સોમવારે મધ્યરાત્રિએ ઈરાને ઈઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંક પર 'ક્લસ્ટર' વોરહેડથી સજ્જ મિસાઈલો છોડી હતી. આખા આકાશમાં ભયાનક રોશની અને સાયરનનો ગુંજારો સંભળાઈ રહ્યો હતો.પોપ લિયોએ આ યુદ્ધને માનવતા માટે 'કલંક' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ યુદ્ધની પીડા ઈશ્વર સુધી પહોંચતી એક કીકિયારી સમાન છે.
Reporter: admin







