News Portal...

Breaking News :

ઈરાને એક સાથે 8 દેશો પર કર્યો હુમલો બેહરીનમાં સાયરનના અવાજ ગુંજી ઊઠ્યા

2026-02-28 15:50:38
ઈરાને એક સાથે 8 દેશો પર કર્યો હુમલો બેહરીનમાં સાયરનના અવાજ ગુંજી ઊઠ્યા


તહેરાન : અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર ઘાતક હુમલો કર્યો છે. જેના વળતાં જવાબમાં ઈરાને ઈઝરાયલ અને અમેરિકાના અલગ અલગ દેશોમાં સ્થિત સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. 


ઈઝરાયલનું સ્પષ્ટ કહેવું છે કે, જ્યાં સુધી ઈરાન પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ રીતે બંધ નહીં કરે ત્યાં સુધી યુદ્ધ કરશે, બીજી તરફ ઈરાને પણ અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી આપી છે કે યુદ્ધ શરૂ તમે કર્યું છે ખતમ અમે કરીશું.સૂત્રો મુજબ ઈરાને ઓપરેશન ફતહ-એ-ખૈબર હેઠળ એક સાથે કતાર, બેહરીન, કુવૈત, UAE, જોર્ડન, સાઉદી અરેબિયા, ઈરાક અને ઇઝરાયલ પર હુમલો કર્યો છે. જેમાં ઈઝરાયલ ઉપરાંત ઈરાનની આસપાસ આવેલા US સૈન્ય બેઝને ટાર્ગેટ બનાવ્યા છે. 


ઈરાને બેહરીનમાં અમેરિકન હેડક્વાર્ટર પર હુમલા કર્યા છે. કતારમાં US બેઝ પર હુમલા કર્યા છે. બેહરીનમાં સાયરનના અવાજ સાંભળવા મળી રહ્યા છે. સાઉદી અરેબિયાના રિયાદમાં અને ઈરાકમાં પણ ઈરાને અમેરિકાના સૈન્ય સ્થળોને ટાર્ગેટ કરી ભીષણ હુમલો કર્યો છે.

Reporter: admin

Related Post