News Portal...

Breaking News :

સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછાળા સાથે 74,500 પર ટ્રેડિંગમાં: IT અને ઓટો શેરોની તેજીથી બજારમાં મજબૂતી

2026-06-02 15:30:39
સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછાળા સાથે 74,500 પર ટ્રેડિંગમાં: IT અને ઓટો શેરોની તેજીથી બજારમાં મજબૂતી


સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછાળા સાથે 74,500 પર ટ્રેડિંગમાં: IT અને ઓટો શેરોની તેજીથી બજારમાં મજબૂતી

નવી દિલ્હીઃ 2 જૂને વૈશ્વિક બજારમાં મજબૂતીના સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ વધીને 74,500ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 23,450 પર ટ્રેડ થઈ રહ્યો છે.બજારમાં ખાસ કરીને IT અને ઓટો સેક્ટરના શેરોમાં ભારે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે મુખ્ય સૂચકાંકોમાં મજબૂતી નોંધાઈ છે.બીજી તરફ, વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે, જેમાં સાઉથ કોરિયાનું શેરબજાર હવે ભારતને પાછળ ધકેલીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરબજાર બની ગયું છે.

બ્લૂમબર્ગના આંકડા મુજબ, આ વર્ષે સાઉથ કોરિયાની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 86 ટકા વધીને 5 ટ્રિલિયન ડોલર (લગભગ 475 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં આવેલી તેજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગને માનવામાં આવે છે. જ્યારે બીજી તરફ, ભારતીય શેરબજારની કુલ માર્કેટ કેપ ઘટીને 4.8 ટ્રિલિયન ડોલર (લગભગ 456 લાખ કરોડ રૂપિયા) પર આવી ગઈ છે.

Reporter: admin

Related Post