સપ્તાહના બીજા સેશનમાં મંગળવારે ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. માર્કેટની શરૂઆત નબળી રહી હતી અને મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો છે.સેન્સેક્સ સોમવારના બંધ 74,267.34ની સપાટીએથી 322.14 પોઇન્ટ ઘટીને 73,945.20 પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટી સોમવારના 23,382.60ના બંધ સ્તરથી 153.45 પોઇન્ટ ઘટીને 23,229.15 પર ખુલ્યો હતો અને બાદમાં તે 23,300ની નીચે ટ્રેડ કરતો જોવા મળ્યો.બજારમાં ઘટાડા માટે મુખ્યત્વે ફાઇનાન્સ, એનર્જી અને પાવર સેક્ટરના કેટલાક મોટા શેરોમાં વેચવાલી જવાબદાર રહી હતી.
બજાજ ફાઇનાન્સ, મેક્સ હેલ્થકેર, એનટીપીસી, પાવરગ્રીડ કોર્પોરેશન, બજાજ ફિનસર્વ, ફોર્સ મોટર્સ, વોકહાર્ટ, નુવોકો વિસ્તાસ અને એસએચપીસી જેવા શેરોમાં દબાણ જોવા મળ્યું.બીજી તરફ, આઇટી સેક્ટરમાં ખરીદીનો વલણ જોવા મળ્યો હતો. ટીસીએસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકનોલોજીસ જેવા શેરોમાં લેવાલી નોંધાઈ હતી. એશિયન પેઇન્ટ્સમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.એશિયન બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ લગભગ દોઢ ટકા તૂટ્યો હતો. તાઇવાન, કોસ્પી અને શાંઘાઇ બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે હેંગસેંગ, સ્ટ્રેટ ટાઇમ્સ, સેટ કોમ્પોઝિટ અને જકાર્તા કોમ્પોઝિટ જેવા કેટલાક ઇન્ડેક્સ લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા.
Reporter: admin







