ભારતમાં પ્લાસ્ટિક ચલણી નોટો આવશે? RBIના નિર્ણય પર સામે આવ્યું મોટું અપડેટ
રિપોર્ટ મુજબ, કાગળની નોટોના વધતા ખર્ચ અને તેના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વિચાર ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે અગાઉ 2014માં 10 રૂપિયાની પ્લાસ્ટિક નોટ માટે કેટલાક શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ પણ યોજવાની યોજના હતી, પરંતુ ટેકનિકલ અને ઓપરેશનલ મુશ્કેલીઓને કારણે તે અટકાવી દેવામાં આવી હતી.RBI ગવર્નરે વધુમાં જણાવ્યું કે હાલ બેંકની સૌથી મોટી ચિંતા સપ્લાય ચેઇન અવરોધ છે. સંભવિત નબળું ચોમાસું અને અલ નીનો જેવી પરિસ્થિતિઓ કૃષિ ઉત્પાદન અને ખાદ્ય પુરવઠા પર અસર કરી શકે છે, જેના કારણે મોંઘવારી પર દબાણ વધવાની શક્યતા છે.RBIના અનુમાન મુજબ, આવનારા મહિનાઓમાં મોંઘવારીમાં વધારો થઈ શકે છે અને વર્ષના અંત સુધી તે ચરમસીમાએ પહોંચી શકે છે.
Reporter:







