ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ આજે ચેસ્ટર-લી-સ્ટ્રીટ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 10 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ રાત્રે 9:30 વાગ્યે યોજાશે. જોકે, હવામાન વિભાગે મેચ દરમિયાન આશરે 80 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરતાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.
આયર્લેન્ડ સામે T20 સિરીઝમાં 2-0થી પરાજય બાદ ભારતીય ટીમ નવા અભિયાનની શરૂઆત જીત સાથે કરવાની તૈયારીમાં છે. કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમ ઇંગ્લેન્ડ સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મેદાને ઉતરશે.
મેચ પહેલાં સૌથી વધુ ચર્ચા 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના સંભવિત આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને લઈને થઈ રહી છે. જોકે, પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન શ્રેયસ અય્યરે તેના ડેબ્યૂ અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. જેના કારણે પ્લેઇંગ ઇલેવનમાં વૈભવને તક મળશે કે નહીં, તે અંગે ઉત્સુકતા યથાવત છે.
Reporter: admin







