News Portal...

Breaking News :

શેફાલીની તોફાની ફિફ્ટીથી ભારતનો બાંગ્લાદેશ પર 5 વિકેટે વિજય, સેમિફાઇનલની આશા જીવંત

2026-06-26 09:49:11
શેફાલીની તોફાની ફિફ્ટીથી ભારતનો બાંગ્લાદેશ પર 5 વિકેટે વિજય, સેમિફાઇનલની આશા જીવંત

મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે 5 વિકેટે મહત્વપૂર્ણ વિજય મેળવી સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. 137 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 16.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી જીત હાંસલ કરી હતી.
ભારતની જીતમાં ઓપનર શેફાલી વર્માએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. શેફાલીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરતા માત્ર 34 બોલમાં 53 રનની અડધી સદી ફટકારી હતી. તેની ઝડપી ઇનિંગ્સના કારણે ભારતને મજબૂત શરૂઆત મળી હતી. ત્યારબાદ મધ્યમ ક્રમના બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરીને ટીમને સરળતાથી જીત સુધી પહોંચાડી હતી.

બોલિંગમાં પણ ભારતનો દબદબો રહ્યો હતો. યુવા સ્પિનર શ્રી ચરણીે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. બાંગ્લાદેશ સામેના મુકાબલા બાદ ટુર્નામેન્ટમાં તેના નામે કુલ 12 વિકેટ થઈ છે, જે મહિલા ટી-20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાનો નવો રેકોર્ડ છે.

બાંગ્લાદેશ તરફથી રીતુ મોનીએ ચાર ઓવરમાં 29 રન આપી બે વિકેટ ઝડપી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનોની આત્મવિશ્વાસભરી બેટિંગ સામે તેની મહેનત પૂરતી સાબિત થઈ નહોતી.
આ મહત્વપૂર્ણ જીત સાથે ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની દોડમાં પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો છે. હવે ટીમનું ધ્યાન આગામી મુકાબલા પર રહેશે, જ્યાં જીત ભારત માટે અંતિમ ચારમાં સ્થાન સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક બની શકે છે.

Reporter: admin

Related Post