મુંબઈ: અંદાજપત્રમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારીને ૨૦ ટકા અને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારીને ૧૨.૫૦ ટકા કરવાની સાથે ફ્યુચર અને ઓપ્શનમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો તેનો બજાર નકારાત્મક પ્રતિસાદ આપવાની જ હતી અને તેની જાહેરાત સાથે સેન્સેક્સે ૧૦૦૦ કરતાં વધુ પૉઈન્ટનો ઘટાડો દર્શાવ્યો હોવાનું સલાહકારએ જણાવ્યું હતું.
આ કડાકા બાદ સરકાર રાજકોષીય ખાધ ઓછી રહે તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરશે અને માળખાકીય ખર્ચમાં વધુ ફાળવણી સાથે ગ્રામીણ ખર્ચમાં વધારો થવાની દિશામાં ધ્યાન રાખશે, એવુ જણાવ્યું હતું.એકંદરે સરકાર અંદાજપત્રમાં આવક વધારવા અને મૂડીગત્ ખર્ચ વધારવા તરફ ધ્યાન રાખશે, એવું સ્થાનિક રોકાણકારોનું માનવું હતું, પરંતુ રાજકોષીય લક્ષ્યાંક હાંસલ કરવા ખર્ચમાં ઘટાડા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતાં વૃદ્ધિ મર્યાદિત રહે તેવી ધારણા હેઠળ મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
તમામ નાણાકીય અને બિન-નાણાકીય અસ્કયામતો પર લાંબા ગાળાના લાભો પર 12.5% ટેક્સ લાગશે. નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા વર્ગના લાભ માટે, અમુક લિસ્ટેડ નાણાકીય અસ્કયામતો પર મૂડી લાભની મુક્તિની મર્યાદા દર વર્ષે રૂ. 1લાખથી વધારીને રૂ.1.25 લાખ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, એમ એફએમ સીતારમણ કહ્યું હતું.
Reporter: admin